Feeds:
पोस्ट
टिप्पणियाँ

ज़ुदाई


अच्छा होता देतें सिर्फ सदमा दिलको,
देतें है ज़खम वो ज़मीरमें उतरकर.

જો એ ફકત દિલને વેદના દેતા તો સારુ હતું
એ તો વેદના આપે છે આત્મામાં ઊતરીને 

इन्सान है तो बेवफाई हो भी जाती है,
पर क्या जानवरोको वफ़ा करनेका हक नहीं?

માણસ હોય તો બેવફાઈ થઈ પણ જાય
પણ પ્રાણીઓને વફાદારી કરવાનો હક નથી?

रोज़े विदा ए दोस्त ना पूछीये गम मेरा,
पांव भारी और दिलपे सो सो मनका बोज़!

જુદાઈના દિવસે તું મારી પીડા ના પૂછીશ એ મિત્ર
પગ ભારે ભારે અને દિલ ઉપર સો મણનો બોજ

कब तक युं भारी दिल रहोगी रोज़े विदाके दिन,
सरे गुज्शता सुनके किसी हिज़्रकी सब्र करले नज़ु

ક્યાં સુધી તું આમ ઉદાસ રહીશ વિદાઈના સમયે
કોઈ વિરહીનીની વાત સાંભળીને ધીરજ ધરી લે  નજુ

देकर हीज़्र मुझे खुद खुदा भी परीशां है हशरमें
“क्या होगा गर मर जायेगी एक मासुम बेखता.

ક્યામતના  ખુદા પણ હેરાન છે મને જુદાઈ આપીને
“શું થશે જો એક નિર્દોષ વાંક વિના મરી જશે”

यादोका एक  सागर है दिलमे
हर पल एक नई लहेर बनके आती है

સ્મરણોનો એક સમુદ્ર છે દિલમાં
હર ક્ષણે એક લહેરખી બનીને આવે છે

नजमा मरचंट
३-३०-११

खुल्द

जो जान देकर भी  न मंझिल पाये
वोह मुसाफिरा-ए- कारवा किधर जाये?

 

જે મરીને પણ મંઝિલ સુધી પહોચતાં નથી
એ  સંઘના યાત્રાળુઓ ક્યાં જાય?

बेसबब नहीं देना ज़न्नत किसीको खुदा
कुछ दिली बंदगी हमारी भी थी इश्कमें

કારણ વગર કોઇને સ્વર્ગ ન આપીશ ખુદા
અમારી પણ થોડી દિલની બંદગી હતી ઇશ્કમાં

सच अब शर्म आती है मुजेह
लोगोको उज्रे मज़बूरी दिखानेसे

સાચે જ હવે મને શરમ આવે છે
લોકોને મારી મજબૂરીનાં બહાના બતાવીને

इमाम तक तुम्हे दुआ देंगे नज़ु
अब  रोनेसे सब्र करलो हिज़्रे इश्कमें

ઇમામ પણ તને દુઆ આપશે નજુ
હવે જુદાઇમાં રડવાથી ધીરજ ધરો

खल्क व खुल्द कांपकांप जाते है मेरे मातमे इश्कसे
एक तुं बेझान पथ्थर है जो पिघलता ही नहीं

દુનિયા અને જન્ન્ત બન્ને મારા ઈશ્કનાં માતમથી કાંપે છે
એક તું જીવ વગરનો પથ્થર છે જે નથી પીઘળતો

कोइ इन्सान नहीं होता फितरते बेवफा अज़लसे
पर जहांमे रेहकर वफा निभानी जरा मुश्कील है

કોઈપણ માણસ જન્મથી બેવફા નથી હોતો
પણ દુનિયામાં રહીને વફા કરવી જરાક મુશ્કીલ છે

नजमा मरचंट

इन्तेज़ार

बेकार ही लोग उज़्रेहयात बनाते है
बसर करनी है जिंदगी उन्हे अफसानोमें

બેકારમાં લોકો જીવવાનું બહાનું બનાવે છે
એમણે તો જિંદગી કહાનીઓમા  વીતાવાની છે 

कितने अरमान कितने ज़जबात तुम्हे बता ना पाउ
जिंदगी भी क्या है मेरी? एक अधूरा नगमा हो जैसे

કેટલાય અરમાન અને કેટલીય લાગણીઓ બતાવી ના શકું
મારી જિંદગી પણ શું છે? એક અધૂરુ ગીત જાણે

हर निगाहका एक ही तसव्वुर
तुम आते हो और वस्ल होता है

હર એક નજરની એક જ કલ્પના
તમે આવો તો મિલન થાય છે

पहेले बरसो-माहो बादमे रात दिन
अब करती हुं हर घडी तुम्हारा इन्तेज़ार.

પહેલા વરસો મહીનાઓ પછી રાત દિવસ
હવે હરેક ક્ષણ તારી પ્રતીક્ષા કરું છું

अच्छा लगता है मुजेह इन्तेज़ार करना
पर लोग देखे तमाशा इसका डर रेहता है

તારી પ્રતીક્ષા કરવાની સારી લાગે છે
પણ લોકો એનો તમાશો જુએ એનો ડર છે

નજમા મરચંટ

तुम्हारा इन्तेजार है



उनका बस चले तो मौतको भी इन्तेझार करवाये
अच्छा है हमारा शुमार जिदंगीमे करते है.

એમનુ ચાલે તો મૃત્યુને પણ રાહ જોવડાવે
સારું છેકે મારી ગણત્રી જિદંગીમા કરે છે

इश्कवालोको जहीनपनसे क्या नाता?
गीरेबां बेचकर कफन ले आते है.

ઈશ્કવાળાઓને અક્કલથી શું સંબંધ?
કપડા વહેંચીને એ લોકો કફન લઈ આવે છે

मुहबतके मारोको एहसासे-दुनिया कहा?
बदन है तो सर नहीं,सर है तो दिमांग नहीं

પ્રેમ કરવાવાળાને દુનિયાનો એહસાસ ક્યા?

શરિર હોય તો માથું નથી અને માથું હોય તો અક્કલ નથી.

दिल और महाजनका कोई मुफ्तमे लेजाये?
अल्लाह अल्लाह करो,उनका चले तो जान भी गीरो रखे

દિલ અને મહાજનનુ? કોઈ મફતમા લઈ જાય?
અલ્લાહ અલ્લાહ કરો! એમનું ચાલે તો જાન પંણ ઉધાર રાખે.

गैरोसे करवाये परश्ती खुदीकी
मै वो  खुदा नहीं बंदा हुं सादा

બીજા પાસે અમારા વખાણ કરાવીયે
હું ખુદા નથી સાદી ભકત છું

क्युं कर मीट जाउ इतनी आंसानसे
आखीर तेरे ही कदमोके नीशान हुं मै.

આટલી સહેલાઈથી કેવી રીતે ભૂંસાવ?
છેવટે તારા જ પગલાનાં નિશાન છુ હું.

नजमा मरचंट

लहद

बहोत रोऊ तो भी क्यां?
दिलकी लगी कम तो नहीं होगी.

ખૂબ રડું તો પણ શું છે?
દિલની પીડા ઓછી તો થવાની નથી.

धीरेसे पूछा इश्के हाल उनका मैंने
तो बोले जिंदगीका सोचो वोह चीज है जीनेकी.

ધીમેથી મે એને પ્રેમની હાલત પૂછી,
તો  કહ્યુ જિંદગી માટે વિચાર એ ચીજ છે જીવવાની

कांप कांप उठता है जूनू मेरा,
जब वोह चिल्लाके कहेते है,
वफा,वफा बस वफा ही है तुजमे,
मर क्युं नही जाती राहे-वफामे.

મારૂ પાગલપણું કંપી ઉઠે છે,
એ જ્યારે બૂમ પાડીને કહે છે,
વફા,વફા બસ વફા જ છે તારાંમાં,
મરી કેમ નથી જતી વફાના રસ્તામાં?

सोचती हुं बैठके लहदके आगे,
यही वोह घर है जिसकी तलाश थी मुजेह.

કબર પાસે બેસીને વિચારું છું,
શું આ એજ ઘર છે જેની મને શોધ હતી?

कयां सोचते है आप मेरी लहदके आगे खडे खडे?
गरीबखाना पसंद नही आया देरसे आनेवालेको?

મારી કબર પર ઉભા ઉભા શું વિચારો છો?
ગરીબનું ઘર પસંદ ના પડ્યુ,મોડા આવવાવાળાને?

-नजमा मरचंट

ह्यात

तजरुबा ए हयात नाकामसे ना पूछो,
और भी रंगीनीया है खल्कमे जीनेके लिये

.
જિંદગીનો અનુભવ નિષ્ફળ લોકોને ન પૂછો,
દુનિયામા  બીજી ઘણી રંગીનીઓ છે

बदलती दुनियाके बदलते इन्सान ,
वफा भी गैरोको पूछके करते है


બદલતી દુનિયાના બદલતા માણસો,
વફા પણ બીજાને પૂછીને કરે છે


अब न हो परीशान तुं ए खुदा,
लोग खुब जानते है जीना अब.


એય ખુદા હવે તારે દુખી થવાની જરુર નથી,
લોકોને હવે જીવતા આવડી ગયુ છે.

अच्छा होता गर हिना न रंग लाती,
बारबार न खुने जीगर मलती अपने हाथोंमे.


સારુ થતે જો મહેંદીમા રંગ ન હોત,
વારમવાર હું જીગરનુ રક્ત હાથોમા ન લગાવતી

अबके वस्लमे तुम ही गले लगाना मुझे,
मेरे पांवमे ह्याकी बेडी है.

હવે મુલાકાત સમયે તુ જ મને ગળે લગાવજે,
મારા પગમા શરમની  સાંકળ પડી છે.

अब न जमानेमे पेदा होंगे मजनु व फरहाद,
जान गंवाके लोग क्युं बेकार इश्क लडाये.

હવે દુનિયામા મજનુ અને ફરહાદ પેદા નહી થાય
પોતાનો જીવ ગુમાવીને બેકાર કોણ પ્રેમ કરે?

नजमा मरचंट

सेहरा

बेखुद बनी हुं इस तरह जनाझेमें,
कैफ लाये सेहरा यु दुल्हनको जैसे.

હું જનાઝામાં એવી મદહોશ થઈ છું,
સેહરામા કોઈ દુલ્હનને મદહોશી આવે

तुझे सेहराका मुझे हीना ए मौतका,
क्या रंग लाता है कैफ शबे विसालमे.

તને સેહરાનો અને મૃત્યુની મહેંદીનો,
કેવો રંગ લાવશે આ મિલનની રાતનો નશો.

सोझो गुदास बहम रहते है दिलमे ऐसे,
फुलके साथ कांटे रह्ते है उलफतमे जैसे.

દુખ અને ઉદાસી એમ દિલમાં રહે છે
જેમ પ્રેમમાં ફૂલો સાથે કંટ્કો રહે છે .

जहांके आगे क्या सुनाउ आरझु अपनी,
आती है अक्सर जवांनिया लोगोमे अरमा लिये.

દુનિયાવાળાને મારી ઈચ્છા શું કહુ?
જવાની આવે છે કેટલાય અરમાન લઈને.

सोचती हुं इश्कमे,
लोग पूछके वफा करते है?

વિચારુ છું કે પ્રેમમાં,
લોકો પૂછી પુછીને વફા કરતા હશે?

नजमा मरचंट

दर्द

बहोत हो चूका ऐ जिंदगी,अब संभल जा,
मौतके बहाने न जिलायेगी जबरदस्ती तुं मुझे.

બસ ઘણૂ થયું એ જિંદગી, સંભલી જા,
મૃત્યુના બહાનાથી જબરદસ્તીથી ન જીવાડીશ.

ख्वाबे-फरामोश जिंदगीसे क्या शिकवा?
जी गई जब पूरी उम्र पुख्ता यकीं ऐ वादोपे.

મૃગજળ જેવી જિંદગીથી શું ફરિયાદ?
જ્યારે આખી જિંદગી જીવી ગઈ વિશ્વાસ પર.

किस्मते इश्क न पूछो ‘नजु’का,
सर फोडते रहे उम्रभर संगके साथ.

નસીબ પ્રેમના ના પૂછો નજુ’થી,
જિંદગીભર માથું પછાડતી રહી પથ્થરથી.

कभी तो देखाकर तेरा पल्लु महाजन,
बेईमानी भरी है तेरे जीवनसे ज्यादा.

પંડિત ક્યારેક તો તારો પાલવ જો,
બેઇમાની ભરી છે જિંદગીથી પણ વધારે.

रेह गया मलाल जिंदगीभर मुझे,
दिल लगा भी तो एक बेदाद महाजनसे.

જિંદગીભર  માટે આ દુખ રહ્યુ મને,
દિલ લગાવ્યું તો પણ એક બેદાદ પંડિતથી.

બેદાદ=ફરિયાદ ન સાંભળનાર

नजमा मरचंट

जिंदगी

आग लगे ऐसी जिंदगीको,
मोहताज हो गैरोकी सांसोपे.

આગ લાગે એવી જિંદગીને,
જે  બીજાનાં શ્વાસો પર અવલંબે

अब न गुमान है खुदाको,
अपनी बनाई हुई दुनिया पर.

હવે ખુદાને પણ અભિમાન નથી,
પોતાની બનાવેલી દુનિયા ઉપર.

अच्छा है कसम खानेपर सच्ची नहीं पडती,
कितनी शर्म उठानी पडती उसे वादे वफाकी बातपे.

સારૂ છે સોગંધ ખાવાથી સાચી પડતી નથી,
કેટલી શરમ આવતી એમને વફાદારીના વચન પર.

कसमसे उनके प्यारके सिवा कुछ नही ‘नजु’के दिलमें,
क्युं चूर चूर नहीं होता सिनेसे निकलकर.

સોગંધથી એમના પ્રેમ સિવાય કાંઇ નથી ‘નજુ’ના દિલમાં,
શા માટે ચૂર ચૂર થઈને કલેજામાંથી નીકળી નથી જતો.

कभी यह भी केह सकी होती जिंदगीको मैं,
दो रोजके इन्तेजारमे कोई वादा कैसे पूरा करे?

ક્યારેક આ  પણ કહી શકી હોત જિંદગીને હું,
બે દિવસની પ્રતિક્ષામાં કોઈ વાયદો કેવી રીતે પુરો કરે?

नजमा मरचंट

तन्हाईया

जन्नत क्या है?कौन गया लहदमें चक्कर लगाने?
मिली है जिंदगी तो मनसे क्युं न जी लु मैं?

नब्झ साकित नजर खामोश और मौत सामने थी,
पशेंमा जिंदगीको दो लब्झ तक न केह सकी मुआफीके.

बहोत सोचके इल्तीझा कि जिंदगीने मौतसे,
उनको न ले जाना,उनके बगैर न जी सकुगी मै.

कभी जिदंगी थी कभी दुनिया थी उनकी मैं,
लोग कहां जाते होंगे दुनिया ए जिंदगी छोडकर?

होंशमे आये तो होंश उड जाय देखके,
अच्छा है इनसान बेखुदीमे दुनिया देख.

लहद=कबर ,साकित=धीमी,बेखुदी=नशा

नजमा मरचंट